વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ, સોમનાથ મહાદેવના દર્શન કર્યા સોમેશ્વર મહાપૂજા કરી મહાદેવના આશિર્વાદ મેળવતા અધ્યક્ષ
ગીર સોમનાથ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શીશ ઝુકાવ્યું હતું. અધ્યક્ષશ્રીએ ભક્તિભાવપૂર્વક ભોળાનાથના દર્શન કરી, એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શંકરભ
સોમનાથ મહાદેવના દર્શન કર્યા


ગીર સોમનાથ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શીશ ઝુકાવ્યું હતું. અધ્યક્ષશ્રીએ ભક્તિભાવપૂર્વક ભોળાનાથના દર્શન કરી, એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

શંકરભાઈ ચૌધરીએ મંદિરમાં બિલ્વપત્રો-પુષ્પો સહિતની પૂજા સામગ્રી સાથે અધ્યક્ષશ્રીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપૂજા સંપન્ન કરી હતી.

શંકરભાઈ ચૌધરીની સાથે સોમનાથ ટ્રસ્ટના મંદિરના મેનેજર અનિલભાઈ મિસ્ત્રીએ, સોમનાથ ટ્રસ્ટ વતી અધ્યક્ષશ્રીને સોમનાથ મહાદેવની તસવીર તેમજ પ્રસાદ ભેટ અર્પણ કરી હતી. આ પૂજા દરમિયાન રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર તેમની સાથે રહ્યા હતા.

આ અવસરે પ્રાંત અધિકારી જે.વી. કાકડિયા, નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી, ચેતન ખટાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande