ઝાકળ વધતા ખેતરના ઝટકા મશીનમાં ખામીની શક્યતા, જાણો કારણો અને સરળ ઉપાય
ભાવનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) હાલ વાતાવરણમાં ઝાકળનું પ્રમાણ વધવા લાગ્યું છે. વહેલી સવારે ખેતરોમાં ઝાકળ છવાતી હોવાથી પાકને રખડતા પશુઓથી બચાવવા માટે લગાવવામાં આવતા ઝટકા મશીનમાં ભેજની અસર થવાની શક્યતા રહે છે. ખાસ કરીને મશીન અને તેની સાથે જોડાયેલી બે
ઝટકા મશીન ફાઇલ ફોટો


ભાવનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) હાલ વાતાવરણમાં ઝાકળનું પ્રમાણ વધવા લાગ્યું છે. વહેલી સવારે ખેતરોમાં ઝાકળ છવાતી હોવાથી પાકને રખડતા પશુઓથી બચાવવા માટે લગાવવામાં આવતા ઝટકા મશીનમાં ભેજની અસર થવાની શક્યતા રહે છે. ખાસ કરીને મશીન અને તેની સાથે જોડાયેલી બેટરી ખુલ્લામાં રાખવામાં આવે તો ઝાકળના કારણે વાયરિંગ, બેટરી ટર્મિનલ, ઇન્સ્યુલેટર સહિતના ભાગોમાં ખામી સર્જાઈ શકે છે.

ઝટકા મશીનના વેચાણ અને રિપેરિંગ સાથે સંકળાયેલા જયપાલ બારૈયાના જણાવ્યા મુજબ, ઝાકળના દિવસોમાં મશીનમાં ખામી સર્જાવાનું મુખ્ય કારણ ભેજ છે. બેટરીના ટર્મિનલ પર ભેજ કે ધૂળ-માટી જમા થવાથી કનેક્શન નબળું પડી શકે છે. પરિણામે બેટરીનો કરંટ મશીન સુધી યોગ્ય રીતે ન પહોંચતા ઝટકો નબળો પડી શકે છે.

મશીન પર ઝાકળનું પાણી જમા થવાથી અંદરના ઇલેક્ટ્રિકલ ભાગોમાં ભેજ પ્રવેશી શકે છે. જેના કારણે મશીન બંધ થવું, ઝટકો ઓછો આવવો અથવા ઝટકો ન આવવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત વાડના તાર ભીના ઘાસ, ઝાડી કે જમીનને અડતા હોય તો કરંટ લીકેજ થવાથી પણ ઝટકો નબળો પડી શકે છે.

ખેડૂતોએ સૌપ્રથમ વાયરિંગ અને વાડના તારનું ચેકિંગ કરવું જોઈએ. તૂટેલા તાર કે એકબીજાને અડતા તારને યોગ્ય કરવા જોઈએ.

બેટરીના ટર્મિનલને સૂકા કપડાથી સાફ કરી કનેક્શન કસવું જોઈએ. મશીન અને બેટરીને જમીન પર રાખવાને બદલે ઊંચા અને સૂકા આધાર પર રાખવાથી ભેજથી બચાવી શકાય છે. મશીન ઉપર યોગ્ય આવરણ પણ કરી શકાય છે. આ ઉપાયો છતાં સમસ્યા રહે તો મશીન જાતે ખોલવાને બદલે નિષ્ણાત પાસે તપાસ કરાવવી સલામત છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande