
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણાના GIDC હોલ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા દ્વારા જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતીમેળામાં વિવિધ ક્ષેત્રોમાં રોજગારની તકો મેળવવા માટે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
ભરતીમેળાનો હેતુ યુવાનોને તેમની લાયકાત અને કૌશલ્ય મુજબ રોજગારની તકો સાથે જોડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત યુવાનોને વિવિધ રોજગારદાતા સંસ્થાઓમાં ઉપલબ્ધ નોકરીની તકો અંગે માહિતી મળી હતી. સાથે જ ભરતી પ્રક્રિયા, જરૂરી લાયકાત અને અન્ય વિગતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યુવાનોને રોજગારની નવી તકો મળે, તેમની પ્રતિભા અને કૌશલ્યને યોગ્ય દિશા મળે તથા તેઓ આત્મનિર્ભર બને તે માટે આવા રોજગાર ભરતીમેળા મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું. યુવા શક્તિને રોજગારની તકો સાથે જોડીને આત્મનિર્ભર સમાજના નિર્માણ તરફ આગળ વધવાના હેતુ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR