
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના લાખવડ ગાર્ડનની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી વિકાસ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન ગાર્ડનની હાલની વ્યવસ્થા, વિવિધ કામોની પ્રગતિ તેમજ નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા ગાર્ડનમાં ચાલી રહેલી કામગીરીની સ્થળ પર માહિતી મેળવી જરૂરી બાબતો અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ગાર્ડનની જાળવણી, સ્વચ્છતા, નાગરિકોની સુવિધા અને ચાલી રહેલા વિકાસ કામો સમયસર પૂર્ણ થાય તે અંગે પણ ધ્યાન આપવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન ગાર્ડનમાં આવતા નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ગાર્ડનના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ કામગીરીની પ્રગતિની માહિતી મેળવવામાં આવી હતી.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના જાહેર સ્થળો અને ગાર્ડનોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા જાળવણીની કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. લાખવડ ગાર્ડનની મુલાકાત દરમિયાન પણ વિકાસ અને જાળવણીની કામગીરી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR