
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે માનવધર્મ આશ્રમ ખાતે યોજાનાર ‘સેવા સેતુ’ કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.બી. મંડોરી સહિત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ સેવાઓ સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન સેવા સેતુ કાર્યક્રમના સ્થળે નાગરિકો માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવા, વિવિધ વિભાગોની કામગીરીનું સંકલન કરવા તથા અરજદારોને સેવાઓ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ સરકારી અને મહાનગરપાલિકા સંબંધિત સેવાઓ માટે આવતા નાગરિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે વિભાગવાર કામગીરી સુનિશ્ચિત કરવા પણ ચર્ચા થઈ હતી.
કાર્યક્રમમાં નાગરિકોની અરજીઓ અને રજૂઆતોનો સ્થળ પર જ સ્વીકાર કરી સંબંધિત વિભાગો દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે માટેની તૈયારીઓ અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. અધિકારીઓને કાર્યક્રમ પૂર્વે જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરવા અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવવા સૂચના આપવામાં આવી હતી.
સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવવા માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR