
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મહેસાણા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત 1 ઓક્ટોબર 2026ના રોજ મહેસાણાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 6થી 8 વાગ્યા સુધી યોજાનારી શિબિરમાં નાગરિકોને વિવિધ યોગાસન અને પ્રાણાયામનું માર્ગદર્શન આપવામાં આવશે.
શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં યોગ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાનો છે. વહેલી સવારે યોજાનારી આ શિબિરમાં શહેરના નાગરિકોને યોગની વિવિધ પદ્ધતિઓ અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન મળશે. શારીરિક તંદુરસ્તી સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં યોગના મહત્વ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.
શિબિરમાં જોડાવા ઇચ્છતા નાગરિકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણા મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના નાગરિકોને શિબિરમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR