સુણક ખાતે 77મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો, ‘વનકવચ’નું લોકાર્પણ
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામે વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ જતનના હેતુથી નવનિર્મિત ‘વનક
સુણક ખાતે 77મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો, ‘વનકવચ’નું લોકાર્પણ


મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામે વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ જતનના હેતુથી નવનિર્મિત ‘વનકવચ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામજનો અને પ્રકૃતિપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં લોકસભા સાંસદ હરીભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ હિનલ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વન મહોત્સવ દરમિયાન પર્યાવરણ જાળવણી અને વૃક્ષોના મહત્વ અંગે વાત કરવામાં આવી હતી.

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મહાનુભાવોના હસ્તે સુણક ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ વન મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે તૈયાર કરાયેલા ‘વૃક્ષ રથ’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.

કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક બિંદુ પટેલ, ઊંઝા વિસ્તરણ રેન્જના પરીક્ષેત્ર વન અધિકારી એ.જી. ચૌધરી, જિલ્લા પંચાયત સભ્ય સોનલ પટેલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પરેશ પટેલ તથા સુણક ગ્રામ પંચાયતના સરપંચ અમરતજી કે. રાજપુત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande