ગેસ્ટહાઉસમાં હથિયાર બતાવી ₹65 લાખની લૂંટનો આરોપ, 5 મહિનાથી ફરાર શખ્સ મહેસાણામાં ઝડપાયો
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) વસઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાભલા ચોકડી નજીક આવેલા ગેસ્ટહાઉસમાં આશરે 5 માસ અગાઉ ફરિયાદીને હથિયાર બતાવી ₹65 લાખની લૂંટ કરી ફરાર થયેલા આરોપીને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. LCBની ટીમે આરોપીને મહેસાણા
ગેસ્ટહાઉસમાં હથિયાર બતાવી ₹65 લાખની લૂંટનો આરોપ, 5 મહિનાથી ફરાર શખ્સ મહેસાણામાં ઝડપાયો


મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) વસઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાભલા ચોકડી નજીક આવેલા ગેસ્ટહાઉસમાં આશરે 5 માસ અગાઉ ફરિયાદીને હથિયાર બતાવી ₹65 લાખની લૂંટ કરી ફરાર થયેલા આરોપીને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. LCBની ટીમે આરોપીને મહેસાણા બાયપાસ રોડ પર ફતેપુરા સર્કલ નજીક પાલનપુર જવાના પીકઅપ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો.

મહેસાણા LCBની ટીમ 28 સપ્ટેમ્બરના રોજ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ગુરુદ્વારા નજીક મળેલી બાતમીના આધારે ટીમે કાર્યવાહી કરી હતી. વસઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી ચૌધરી નગેન્દ્ર ઉર્ફે નવીન ટીકારામ રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી પાસેથી Vivo Y300 Plus મોબાઇલ ફોન, કિંમત આશરે ₹5,000, મળી આવ્યો હતો. આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1) હેઠળ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ કાર્યવાહી LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાના માર્ગદર્શન હેઠળ PSI બી.વી. વાઘેલા અને પોલીસ કર્મચારીઓની ટીમે કરી હતી. વસઈ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 311, 316(2), 54, 61 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)(બી)(એ) હેઠળ ગુનો નોંધાયેલો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande