ઊંઝાના ટૂંડાવમાં ‘આંગણનો ઉત્સવ’, બાળકોને પોષણ અંગે માર્ગદર્શન અને કાર્યકરોનું સન્માન
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ટૂંડાવ ગામની આંગણવાડી કેન્દ્ર નંબર-3 ખાતે ‘આંગણનો ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. લોકસભા સાંસદ હરિ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના પદાધિકા
ઊંઝાના ટૂંડાવમાં ‘આંગણનો ઉત્સવ’, બાળકોને પોષણ અંગે માર્ગદર્શન અને કાર્યકરોનું સન્માન


મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ટૂંડાવ ગામની આંગણવાડી કેન્દ્ર નંબર-3 ખાતે ‘આંગણનો ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. લોકસભા સાંસદ હરિ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો હેતુ બાળકોના પોષણ અને પાયાના શિક્ષણ અંગે જાગૃતિ લાવવા તેમજ આંગણવાડી કેન્દ્રને વાલીઓ અને ગ્રામજનો સાથે વધુ જોડવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રીના સંદેશના વાંચન સાથે કરવામાં આવી હતી. સાંસદ અને ધારાસભ્યએ આંગણવાડી કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન લાભાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો સાથે સરકારની વિવિધ યોજનાઓ તથા તેના લાભો અંગે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય અને પોષણ ક્ષેત્રે સારી કામગીરી કરનાર ‘પોષણ ચેમ્પિયન’ બાળકોને સુખડી, ફળ અને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ બાળકોને પૌષ્ટિક આહાર તરીકે ફળ અને સુખડીનું વિતરણ પણ કરાયું હતું.

બાળકો અને ગ્રામજનો સુધી આરોગ્ય અને પોષણની સેવાઓ પહોંચાડવામાં યોગદાન આપનાર આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશાવર્કર બહેનોને સેવાકીય કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande