108 ઈમરજન્સી ટીમની સમયસૂચકતા અને તબીબી કુશળતાથી સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ થઈ
સુરત, 03 સપ્ટેમ્બર (હિ.સ.): પલસાણા તાલુકાના ભાટિયા લોકેશનની 108 એમ્બ્યુલન્સ ટીમે કટોકટીની પરિસ્થિતિમાં સમયસૂચકતા દાખવી તબીબી કુશળતા સાથે સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ કરાવી હતી તેમજ માતા અને નવજાત બાળકને જરૂરી પ્રિ-હોસ્પિટલ કેર પૂરી પાડી હતી.
108 Emergency Team's


સુરત, 03 સપ્ટેમ્બર (હિ.સ.): પલસાણા તાલુકાના ભાટિયા લોકેશનની 108 એમ્બ્યુલન્સ ટીમે કટોકટીની પરિસ્થિતિમાં સમયસૂચકતા દાખવી તબીબી કુશળતા સાથે સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ કરાવી હતી તેમજ માતા અને નવજાત બાળકને જરૂરી પ્રિ-હોસ્પિટલ કેર પૂરી પાડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નિલેશભાઈ પાસવાનની ધર્મપત્ની ગુંજાબેનને ગર્ભાવસ્થાના નવમા મહિનામાં હતા. જેઓને ઘરે પ્રસૂતિની પીડા થતાં પરિવારજનોએ તાત્કાલિક 108 ઈમરજન્સીમાં કોલ કર્યો હતો. જેથી ભાટિયા લોકેશનની 108 એમ્બ્યુલન્સમાં ફરજ પર હાજર EMT ચંદ્રકાંતભાઈ પંચાલ તથા પાયલોટ આશિષ રાઠવાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પ્રસૂતાની પ્રાથમિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન પ્રસૂતિ તાત્કાલિક થવાની સ્થિતિ જણાતા EMT ચંદ્રકાંતભાઈએ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ જરૂરી તબીબી સાધનો તથા ડિલિવરી કીટનો યોગ્ય ઉપયોગ કરી તબીબી પ્રોટોકોલ મુજબ પ્રસૂતિ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન અમદાવાદ ERCP પાસેથી જરૂરી તબીબી માર્ગદર્શન મેળવી માતા અને નવજાત બાળકને જરૂરી પ્રિ-હોસ્પિટલ કેર આપી હતી.

પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળક બંનેને વધુ તબીબી તપાસ અને સારવાર માટે CHC પલસાણા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને સ્વસ્થ છે. EMT ચંદ્રકાંતભાઈ અને પાયલોટ આશિષ રાઠવાની ઝડપી અને જવાબદારીપૂર્ણ કામગીરી તેમજ ERCP તરફથી મળેલા સમયસરના તબીબી માર્ગદર્શનથી સફળ પ્રસૂતિ થઈ હતી. EM હિતેશ રોહિત તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે 108 ટીમને બિરદાવી હતી. દર્દીના પરિવારજનોએ પણ 108 ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande