ગંભીર પાત્રો ભજવ્યા પછી તાપસી પન્નુ રોમેન્ટિક કોમેડી કરવા ઈચ્છે છે
નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) અભિનેત્રી તાપસી પન્નુ, તેની દમદાર અને ગંભીર ભૂમિકાઓ માટે જાણીતી છે. ''પિંક'' અને ''થપ્પડ'' જેવી ફિલ્મોમાં તેના અભિનયને ખૂબ વખાણવામાં આવ્યો છે. જોકે, હવે તાપસી પડદા પર કંઈક હળવું-ફૂલકું અને મનોરંજક કરવાની ઈચ્છા
અભિનેત્રી તાપસી પન્નુ-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) અભિનેત્રી તાપસી પન્નુ, તેની દમદાર અને ગંભીર ભૂમિકાઓ માટે જાણીતી છે. 'પિંક' અને 'થપ્પડ' જેવી ફિલ્મોમાં તેના અભિનયને ખૂબ વખાણવામાં આવ્યો છે. જોકે, હવે તાપસી પડદા પર કંઈક હળવું-ફૂલકું અને મનોરંજક કરવાની ઈચ્છા ધરાવે છે. તેણે કહ્યું છે કે, તે આવનારા સમયમાં કોઈ રોમેન્ટિક કોમેડી ફિલ્મનો ભાગ બનવા માંગે છે. અભિનેત્રીના મતે, તેની મજબૂત અને ગંભીર છબીને કારણે તેને અવારનવાર રોમેન્ટિક કે કોમેડી ફિલ્મોમાં કામ કરવાની તકો ઓછી મળે છે.

તાપસીનું માનવું છે કે, એક હળવી-ફૂલકી રોમેન્ટિક કોમેડીમાં કામ કરવું તેના માટે પણ એક મનોરંજક અનુભવ હશે. તેનું કહેવું છે કે, આનાથી દર્શકોને તેના વ્યક્તિત્વ અને અભિનયનો એક અલગ પાસું જોવા મળશે. અભિનેત્રી આ પહેલાં 'જુડવા 2' અને 'મનમર્ઝિયાં' જેવી ફિલ્મોમાં તેના રોમેન્ટિક અને ચુલબુલા અંદાજથી દર્શકોનું મનોરંજન કરી ચૂકી છે. ખાસ કરીને 'મનમર્ઝિયાં'માં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

જોકે, તાપસીની તાજેતરની પરિયોજનાઓમાં ફરી એકવાર ગંભીર ભૂમિકાઓનું પ્રભુત્વ જોવા મળ્યું છે. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ગાંધારી'માં પણ તેણે એક પડકારજનક અને ગંભીર પાત્ર ભજવ્યું છે. આવા સંજોગોમાં હવે તેના ચાહકોને આશા છે કે, અભિનેત્રી જલ્દી જ કોઈ રોમેન્ટિક કોમેડી દ્વારા તેના અભિનયનો હળવો-ફૂલકો અને મનોરંજક અંદાજ રજૂ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande