પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 અંતર્ગત રૂવામાં લાભાર્થીઓની બેઠક યોજાઈ
ભાવનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.)પ્રધાનમંત્રી આવાસ યોજના–શહેરી 2.0 અંતર્ગત ભાવનગર શહેરના ટી.પી. સ્કીમ નં. 03, રૂવા વિસ્તારમાં ફાઇનલ પ્લોટ નં. 98 ખાતે આવાસ યોજનાના લાભાર્થીઓ માટે સોસાયટી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ લાભાર્થ
આવાસ યોજના અંતર્ગત બેઠક યોજવામાં આવી


ભાવનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.)પ્રધાનમંત્રી આવાસ યોજના–શહેરી 2.0 અંતર્ગત ભાવનગર શહેરના ટી.પી. સ્કીમ નં. 03, રૂવા વિસ્તારમાં ફાઇનલ પ્લોટ નં. 98 ખાતે આવાસ યોજનાના લાભાર્થીઓ માટે સોસાયટી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ લાભાર્થીઓને એકત્રિત કરી એસોસિએશનની રચના કરવાની પ્રક્રિયા હાથ ધરવાનો હતો.

બેઠકમાં યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન સોસાયટીના સુચારૂ સંચાલન, રહેણાંક વિસ્તારની વ્યવસ્થા તેમજ લાભાર્થીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે એસોસિએશનની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. લાભાર્થીઓની હાજરીમાં વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યા બાદ સોસાયટીના હોદ્દેદારોની નિમણૂક સર્વસંમતિથી કરવામાં આવી હતી.

એસોસિએશનની રચનાથી સોસાયટીમાં રહેવાસીઓના પ્રશ્નોનું સંકલન, આંતરિક વ્યવસ્થાઓનું સંચાલન તથા જરૂરી બાબતો અંગે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં સરળતા રહેશે. ઉપરાંત સોસાયટીના વિકાસ અને જાળવણીને લગતા કાર્યોમાં પણ લાભાર્થીઓની સહભાગિતા વધશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande