ભાવનગર શહેરનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 22 સપ્ટેમ્બરે યોજાશે
ભાવનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.)રાજ્ય સરકારના આદેશ અનુસાર ભાવનગર શહેરમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 22 સપ્ટેમ્બર 2026, બુધવારના રોજ સવારે 11 કલાકે સીટી મામલતદાર કચેરી, બી.પી.ટી.આઇ. સામે, વિદ્યાનગર, ભાવનગર
Ai ફોટો


ભાવનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.)રાજ્ય સરકારના આદેશ અનુસાર ભાવનગર શહેરમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 22 સપ્ટેમ્બર 2026, બુધવારના રોજ સવારે 11 કલાકે સીટી મામલતદાર કચેરી, બી.પી.ટી.આઇ. સામે, વિદ્યાનગર, ભાવનગર ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ માટે નાયબ કલેક્ટર, ભાવનગરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે.

ભાવનગર શહેરના નાગરિકોના વિવિધ કચેરીઓમાં અનિર્ણીત રહેલા પ્રશ્નો અંગેની અરજીઓ મંગાવવામાં આવી છે. અરજદારોએ પોતાના પ્રશ્નના આધાર-પુરાવા સાથે તા. 10 સપ્ટેમ્બર 2026 સુધીમાં અરજી કરવાની રહેશે. પ્રશ્ન રજૂ કરવા માટે અરજીના મથાળા પર ‘ભાવનગર શહેર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખી સીટી મામલતદાર, ભાવનગરને આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહેશે.

આ કાર્યક્રમમાં અગાઉ યોજાયેલા તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનિર્ણીત રહેલા પ્રશ્નોના અરજદારો તથા સંબંધિત વિભાગના અધિકારીઓએ પણ જરૂરી આધાર-પુરાવા સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.

કાર્યક્રમ દરમિયાન અરજદારે પોતે રૂબરૂ હાજર રહી પોતાના એક જ વિષયને લગતી રજૂઆત કરવાની રહેશે. એકથી વધુ વિષયો અંગે રજૂઆત કરી શકાશે નહીં. તેમજ સામૂહિક રીતે રજૂઆત કરવાની પણ મંજૂરી રહેશે નહીં. નાગરિકોને પોતાના પ્રશ્નોના સમયસર અને યોગ્ય નિકાલ માટે નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી જરૂરી પુરાવા રજૂ કરવા અપીલ કરવામાં આવી છે.

આવેદન પ્રક્રિયા વધુ સ્પષ્ટ કરો

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande