બોટાદ-સુરેન્દ્રનગર વચ્ચે અનરિઝર્વ્ય સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે
ભાવનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે મુસાફરોની સુવિધા માટે 02 થી 06 સપ્ટેમ્બર 2026 દરમિયાન દરરોજ બોટાદ-સુરેન્દ્રનગર વચ્ચે અનરિઝર્વ્ય સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વના અવસરે મુસાફરોની વધારાની ભીડને
બોટાદ-સુરેન્દ્રનગર વચ્ચે અનરિઝર્વ્ય સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે


ભાવનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે મુસાફરોની સુવિધા માટે 02 થી 06 સપ્ટેમ્બર 2026 દરમિયાન દરરોજ બોટાદ-સુરેન્દ્રનગર વચ્ચે અનરિઝર્વ્ય સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વના અવસરે મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે બોટાદ-સુરેન્દ્રનગર જંકશન વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેનના સંચાલનથી પર્વ દરમિયાન મુસાફરોને પોતાના ગંતવ્ય સુધી સરળ અને સુવિધાજનક રેલ મુસાફરી માટે વધારાનો વિકલ્પ ઉપલબ્ધ થશે.

મંડળ રેલ પ્રબંધક, ભાવનગર, દિનેશ વર્મા એ મુસાફરોને અપીલ કરી છે કે પશ્ચિમ રેલવે દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી આ વિશેષ રેલ સેવાનો વધુમાં વધુ લાભ લે અને પોતાની મુસાફરીને સુવિધાજનક બનાવવા માટે આ વધારાની ટ્રેન સેવાનો ઉપયોગ કરે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર, આ વિશેષ ટ્રેનનું

વિગતવાર સંચાલન કાર્યક્રમ આ મુજબ છે:

ટ્રેન નંબર 09228 બોટાદ-સુરેન્દ્રનગર અનરિઝર્ડ સ્પેશિયલ 02 સપ્ટેમ્બરથી 06 સપ્ટેમ્બર 2026 સુધી દરરોજ બોટાદ સ્ટેશનથી 12:10 કલાકે ઉપડશે અને 13:40 કલાકે સુરેન્દ્રનગર જંકશન પહોંચશે.

તે જ રીતે, ટ્રેન નંબર 09227 સુરેન્દ્રનગર-બોટાદ અનરિઝર્ડ સ્પેશિયલ 02 સપ્ટેમ્બરથી 06 સપ્ટેમ્બર 2026 સુધી દરરોજ સુરેન્દ્રનગર જંકશનથી 14:05 કલાકે ઉપડશે અને 15:45 કલાકે બોટાદ પહોંચશે.

આ વિશેષ ટ્રેન બંને દિશામાં માર્ગમાં આવેલા કુંડળી, રાણપુર, ચૂડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર તથા સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનો પર રોકાશે.

પશ્ચિમ રેલવે દ્વારા પર્વના અવસરે મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને આ વિશેષ રેલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે મુસાફરોને મુસાફરી માટે વધારાનો વિકલ્પ મળશે અને રેલ મુસાફરી વધુ સરળ તથા સુવિધાજનક બનશે.

મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી પહેલાં પોતાના નિર્ધારિત સમય તથા ટ્રેન સંબંધિત માહિતીની પુષ્ટિ કરી લે અને પશ્ચિમ રેલવે દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી આ વિશેષ સેવાનો લાભ લે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande