પ્રધાનમંત્રી મોદીએ સંગીતકાર ગૌરાંગ વ્યાસના નિધન પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 3 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે ગુજરાતી સંગીતકાર ગૌરાંગ વ્યાસના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, ગુજરાતી સંગીત ઉદ્યોગના અગ્રણી વ્યક્તિત્વ, સંગીતકાર ગૌરાંગ વ્યાસના નિધનથી અમને ખૂબ
પ્રધાનમંત્રી મોદી સાથે સંગીતકાર ગૌરાંગ વ્યાસ-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 3 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે ગુજરાતી સંગીતકાર ગૌરાંગ વ્યાસના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, ગુજરાતી સંગીત ઉદ્યોગના અગ્રણી વ્યક્તિત્વ, સંગીતકાર ગૌરાંગ વ્યાસના નિધનથી અમને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પિતા, અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવતા, તેમણે ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેમના નિધન સાથે, ગુજરાતે એક પ્રતિભાશાળી કલાકાર ગુમાવ્યો છે. ગુજરાતી સંગીતમાં તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે. તેમના દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના અને તેમના શોકગ્રસ્ત પરિવાર અને તેમના અનેક ચાહકો પ્રત્યે સંવેદના... ઓમ શાંતિ!!

ઉલ્લેખનીય છે કે, પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ સંગીતકાર અને ગીતકાર, સ્વર્ગસ્થ અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસનું બુધવારે મોડી રાત્રે અમદાવાદમાં અવસાન થયું. તેમના નિધનના સમાચાર મળતા જ ગુજરાતી ફિલ્મ અને સંગીત ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ. તેઓ લાંબા સમયથી ગુજરાતી સંગીત ઉદ્યોગમાં સક્રિય હતા અને તેમણે 100 થી વધુ ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande