જયશંકર આજથી 05 સપ્ટેમ્બર સુધી યુક્રેન અને પોલેન્ડના પ્રવાસે
નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિં.સ.). વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર, આજથી 05 સપ્ટેમ્બર સુધી યુક્રેન અને પોલેન્ડની સત્તાવાર મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ બંને દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને પ્રાદેશિક ઘટનાક્રમ પર વિચાર-વિમર્શ
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર


નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિં.સ.). વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર, આજથી 05 સપ્ટેમ્બર સુધી યુક્રેન અને પોલેન્ડની સત્તાવાર મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ બંને દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને પ્રાદેશિક ઘટનાક્રમ પર વિચાર-વિમર્શ કરશે.

વિદેશ મંત્રાલય અનુસાર, મુલાકાત દરમિયાન જયશંકર યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબિહા અને પોલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય વિચાર-વિમર્શ કરશે.

વિદેશમંત્રી જયશંકરની મુલાકાત દરમિયાન ભારતના બંને દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની સાથે-સાથે પ્રાદેશિક ઘટનાક્રમ અને પરસ્પર હિત સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande