
જુનાગઢ 3 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા સ્વચ્છ તીર્થસ્થાન -પવિત્ર ગુજરાત અભિયાન અંતર્ગત શ્રાવણ માસથી શરૂ થતા ધાર્મિક પર્વો દરમિયાન તીર્થસ્થાનોના પરિસર અને આસપાસ ફૂલ-હાર, ભીનો કચરો, પ્લાસ્ટિક પેકેજિંગ, પાણીની બોટલો, કાગળ, પ્રસાદ સામગ્રીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થવાથી વપરાશના અંતે ઘન કચરો નોંધપાત્ર માત્રામાં ઉત્પન થાય છે. આ સંદર્ભે બોર્ડ દ્વારા શ્રધ્ધા સાથે સ્વચ્છતા, ભકિત સાથે પર્યાવરણ ના સૂત્ર સાથે રાજ્યવ્યાપી સ્વચ્છ તીર્થસ્થાન - પવિત્ર ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેથી આગામી ધાર્મિક પર્વો દરમિયાન શ્રધ્ધાળુઓ દ્વારા ધાર્મિક સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવા પ્રેરાઈ શકે. જીપીસીબીની પ્રાદેશિક કચેરી જૂનાગઢ, દ્રારા ઇન્દ્રેશ્વર મહાદેવ ખાતે તેમજ પ્રભાસ પાટણ ત્રિવેણી સંગમ સ્થાન ખાતે સ્વસ્છતા અભિયાન ચલાવેલ અને નિરમાલ્યનાં એકત્રીકરણ માટે યોગ્ય પાત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું છે. તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ