36 ક્વાર્ટર્સમાં જુગારનો અડ્ડો ઝડપાયો: ગાંધીધામ A-ડિવિઝન પોલીસે આરોપીઓની મુદ્દામાલ સહિત અટકાયત કરી
કચ્છ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ગાંધીધામમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત A-ડિવિઝન પોલીસે ભારતનગરના 36 ક્વાર્ટર્સ વિસ્તારમાં દરોડો પાડી જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીમાં જુગાર રમતા હ
36 ક્વાર્ટર્સમાં જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ગાંધીધામમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત A-ડિવિઝન પોલીસે ભારતનગરના 36 ક્વાર્ટર્સ વિસ્તારમાં દરોડો પાડી જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીમાં જુગાર રમતા હોવાના આક્ષેપસર પાંચ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ.21,890નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ભારતનગરના 36 ક્વાર્ટર્સ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે ચોક્કસ સ્થળે કાર્યવાહી કરતાં ત્યાં જુગારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાતા પોલીસ ટીમે સ્થળ પરથી ઇસમોને ઝડપી લીધા હતા.પોલીસે ગુલામ રસુલભાઈ સિપાઈ, આરીફ અકબરભાઈ ખોખર, દોસ મોહમંદ અહેમદભાઈ સિપાઈ, રહીમ જુમાભાઈ સિપાઈ,અને મનસુખ ગંગારામ રાજગોર, વર્ષને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

દરોડા દરમિયાન પોલીસને ગંજીપાનાના 52 નંગ તથા રોકડ રકમ મળી આવી હતી. બંને મળી કુલ રૂ.21,890ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે કબજે કરાયેલા મુદ્દામાલને આધારે જુગારધારા હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ A-ડિવિઝન પોલીસની આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande