અંજારના મેઘપર કુંભારડીમાં જુગારનો અડ્ડો ઝડપાયો: 6 શખ્સો પોલીસની ઝપટે, રૂ.77,800 રોકડ કબજે
કચ્છ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : અંજાર તાલુકામાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત મેઘપર કુંભારડી વિસ્તારમાંથી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન રોકડ રકમ સહિતનો મુ
મેઘપર કુંભારડી જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : અંજાર તાલુકામાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત મેઘપર કુંભારડી વિસ્તારમાંથી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર બનાવને પગલે જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ વખતે બાતમી મળી હતી કે, મેઘપર કુંભારડી વિસ્તારમાં આવેલા ગોકુલધામ રેસીડેન્સીમાં પ્લોટ નંબર 77ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ધાણીપાસા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં જુગાર રમતા છ શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

પોલીસે સ્થળ પરથી કમલેશભાઈ કાંતીલાલ રાઠોડ, અસગર તૈયબ બાપડા, નિલેષ ભીખુભાઈ સોઢા, મામદ હાસમ સુણા, સતીષભાઈ વાસુભાઈ ઠક્કર અને રવિ કમલભાઈ ચેલારામાણીની અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી જુગારના દાવ પર મુકવામાં આવેલા રોકડા રૂ.77,800 તથા ધાણીપાસા નંગ-2 મળી કુલ રૂ.77,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને જુગારધારા કલમ 12 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એ. જાડેજાની દેખરેખ હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી એસ.જી. વાળા તથા અંજાર પોલીસ સ્ટાફે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. અંજાર પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો પહોંચ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande