મહેસાણાનું 600 થી 700 વર્ષ જૂનું ભીમનાથ મહાદેવ ધામ, શ્રાવણમાં ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજે
મહેસાણા, 03 સપ્ટેમ્બર, 2026 (હિ.સ.) મહેસાણા શહેરની 72 કોઠાની વાવ પાસે આવેલું ભીમનાથ મહાદેવ મંદિર શહેરના પ્રાચીન ધાર્મિક વારસાની આગવી ઓળખ છે. સ્થાનિક માન્યતા મુજબ આ મંદિર અંદાજે 600થી 700 વર્ષ જૂનું છે અને મહેસાણા શહેરની સ્થાપના પહેલાંથી અહીં મહાદ
મહેસાણાનું 600થી 700 વર્ષ જૂનું ભીમનાથ મહાદેવ ધામ, શ્રાવણમાં ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજે


મહેસાણાનું 600થી 700 વર્ષ જૂનું ભીમનાથ મહાદેવ ધામ, શ્રાવણમાં ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજે


મહેસાણા, 03 સપ્ટેમ્બર, 2026 (હિ.સ.) મહેસાણા શહેરની 72 કોઠાની વાવ પાસે આવેલું ભીમનાથ મહાદેવ મંદિર શહેરના પ્રાચીન ધાર્મિક વારસાની આગવી ઓળખ છે. સ્થાનિક માન્યતા મુજબ આ મંદિર અંદાજે 600થી 700 વર્ષ જૂનું છે અને મહેસાણા શહેરની સ્થાપના પહેલાંથી અહીં મહાદેવજીનું સ્થાન હોવાનું માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન માટે પહોંચે છે.

મંદિરના પૂજારી જણાવે છે કે, ભીમનાથ મહાદેવનું મંદિર વર્ષોથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. શ્રાવણ માસના સોમવાર તેમજ મહાશિવરાત્રી અને શ્રાવણ વદ આઠમના દિવસે અહીં ભક્તોની વિશેષ ભીડ રહે છે.

પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધારની જરૂરિયાત ઊભી થતાં વર્ષ 1982માં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નૂતન મંદિરમાં મહાદેવજીની પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હાલ મંદિર હરિદ્વારના નિરંજની પંચાયતી અખાડાની શાખા તરીકે કાર્યરત હોવાનું જણાવાય છે.

મંદિર સંકુલમાં ભીમનાથ મહાદેવ ઉપરાંત નીલકંઠ મહાદેવ અને નર્મદેશ્વર મહાદેવની પણ સ્થાપના કરવામાં આવી છે. શ્રાવણ દરમિયાન ભક્તો જળ, દૂધ અને બિલિપત્રથી અભિષેક કરી પૂજા-અર્ચના કરે છે. ‘હર હર મહાદેવ’ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઊઠે છે. શ્રાવણ વદ આઠમના પરંપરાગત મેળામાં પણ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande