રાસાયણિક ખેતીથી વધતા કેન્સર અને હૃદયરોગ જેવા ગંભીર રોગોથી સમાજને બચાવવા પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ વિકલ્પ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
- ચંદ્રાલા સ્થિત ઉમાધામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો ગાંધીનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા સ્થિત ઉમાધામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ''પ્રાકૃતિક કૃષિ પરિસંવા
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો


પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો


- ચંદ્રાલા સ્થિત ઉમાધામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

ગાંધીનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા સ્થિત ઉમાધામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા રાજ્યપાલએ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી માનવ સ્વાસ્થ્ય અને જમીનને થતા નુકસાન સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતીથી વધતા કેન્સર અને હૃદયરોગ જેવા ગંભીર રોગોથી સમાજને બચાવવા અને દેશનું અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવવા પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

રાજ્યપાલએ કહ્યું કે દેશી ગાય આધારિત બીજામૃત, જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગથી ઉત્પાદન ખર્ચ શૂન્ય થાય છે, ૫૦% પાણીની બચત થાય છે અને પાકને કુદરતી રક્ષણ મળે છે. તેમણે પોતાના જાત-અન અનુભવ પરથી તૈયાર કરાયેલી શોર્ટ ફિલ્મ દ્વારા પણ ખેડૂતોને સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ વિભાગ અને આત્મા દ્વારા અત્યાર સુધીમાં 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ચુક્યા છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે ત્રણ-ત્રણ ગામોનું ક્લસ્ટર બનાવી કૃષિ સખીઓ અને માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને તેમના ઘરઆંગણે વિનામૂલ્યે પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી રહી છે.

દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવતાં રાજ્યપાલએ ઉમેર્યું કે, દેશી ગાયના ૧ ગ્રામ છાણમાં ૩૦૦ કરોડથી વધુ જીવાણુઓ હોય છે. તેના થકી બનતા જીવામૃત અને ઘનજીવામૃતથી જમીનમાં સજીવતા પાછી આવે છે.

પરિસંવાદના અંતે ઉપસ્થિત તમામ ખેડૂતો, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને અગ્રણીઓએ બંને હાથ ઊંચા કરીને પોતાની જમીનના ઓછામાં ઓછા ચોથા ભાગમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા અને આવનારી પેઢીને ઝેરમુક્ત આહાર આપવાના દ્રઢ શપથ લીધા હતા.

કાર્યક્રમના પ્રારંભે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત કરી ગાંધીનગર જિલ્લામાં થઈ રહેલ પ્રાકૃતિક કૃષિની પ્રગતિની વિગતો અને આત્મા પ્રોજેક્ટ તથા કૃષિ વિભાગની કામગીરીનો ટૂંકો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તથા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર વરમોરા દ્વારા આ સમગ્ર આયોજનને સફળ બનાવનાર તમામનો કાર્યક્રમને અંતે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, એડિશનલ કલેક્ટર અમિત પરમાર, ડી.આર.ડી.એ ડાયરેક્ટર નીલોફર શેખ તેમજ કૃષિ અને આત્મા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande