જામનગરમાં સાધના કોલોની નજીકથી દારૂના 528 ચપલા સાથે રિક્ષાચાલક ઝડપાયો: 1.37 લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગરના સાધના કોલોની નજીક લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દારૂની હેરાફેરી પર દરોડો પાડી એક રિક્ષાચાલકને 528 ચપલા દારૂ સાથે પકડી પાડ્યો છે. એલસીબી પોલીસે દારૂ, મોબાઇલ અને ઓટો રિક્ષા મળીને કુલ રૂ. 1.37 લાખનો મુ
દારૂ


જામનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગરના સાધના કોલોની નજીક લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દારૂની હેરાફેરી પર દરોડો પાડી એક રિક્ષાચાલકને 528 ચપલા દારૂ સાથે પકડી પાડ્યો છે. એલસીબી પોલીસે દારૂ, મોબાઇલ અને ઓટો રિક્ષા મળીને કુલ રૂ. 1.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર અન્ય એક શખ્સ સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

અહેવાલ મુજબ, એલસીબી પોલીસને સાધના કોલોની પહેલા આવેલ ઢાળીયા પાસે રોડ ઉપરથી રિક્ષામાં દારૂની હેરાફેરી થતી હોવાની સચોટ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ પાડીને શંકરટેકરી નવી નિશાળ પાણીના ટાંકા પાસે રહેતા સહદેવસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સની ઓટો રિક્ષાને રોકીને તલાસી લીધી હતી. રિક્ષામાંથી રૂ. 52 હજારની કિંમતના વિદેશી દારૂના 528 ચપલા મળી આવ્યા હતા. પોલીસે દારૂના જથ્થા સાથે એક મોબાઇલ ફોન અને ઓટો રિક્ષા મળી કુલ રૂ. 1.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપીની અટકાયત કરી હતી.

પૂછપરછ દરમિયાન દારૂનો આ જથ્થો આશીર્વાદ સોસાયટી કીર્તિપાન વાળી ગલીમાં રહેતા યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજાએ સપ્લાય કર્યો હોવાનું ખુુલ્યું હતું. પોલીસે આ મામલે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande