
વલસાડ,03 સપ્ટેમ્બર (હિ.સ.) વલસાડ જિલ્લામાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચને મહત્વની સફળતા મળી છે. પારડી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને વલસાડ રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિતના અધિકારીઓની સૂચના અને LCB PI એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ PSI જે.બી. ધનેશા તથા LCB સ્ટાફ વોન્ટેડ આરોપીઓની શોધખોળમાં હતા. તે દરમિયાન LCBના પોલીસ કર્મચારી દશરથ જગદિશભાઈને મળેલી ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
બાતમીના આધારે પારડી પોલીસ સ્ટેશનના સી પાર્ટ ગુ.ર.નં. 11200038250055/2025માં પ્રોહિબિશન એક્ટની કલમ 65AE, 81 અને 98(2) મુજબ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી વેંકટેશકુમાર ઉર્ફે ગોલ્ડન ધનંજય યાદવ, ઉંમર 24 વર્ષ,ને વલસાડ રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી હાલ સુરત જિલ્લાના ચાર્યાસી તાલુકાના વરલી ગામની ગીતા ગોવિંદ સોસાયટીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે તે મૂળ બિહારના અરવલ જિલ્લાના કલેર પોલીસ સ્ટેશન હદના બંગલા કોઠી ગામનો રહેવાસી છે.
પોલીસ તપાસમાં આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેના વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશન એક્ટની કલમ 65AE, 81 અને 98(2) હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
LCB ટીમે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ તેનો કબજો પારડી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. સમગ્ર કામગીરી PSI જે.બી. ધનેશા તથા LCBના પોલીસ સ્ટાફે ટીમ વર્કથી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha