પોરબંદર ડીએલએસએસ એથ્લેટ્સની ગોવામાં શાનદાર સિદ્ધિ
પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : ગોવાના કુજિરા એથ્લેટિક સ્ટેડિયમ ખાતે યોજાયેલી 37મી વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026માં (એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત) માં ડીએલએસએસ પોરબંદર સાંદીપની ગુરુકુલના ખેલાડીઓએ
પોરબંદર  ડીએલએસએસ  એથ્લેટ્સની  ગોવામાં શાનદાર  સિદ્ધિ.


પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : ગોવાના કુજિરા એથ્લેટિક સ્ટેડિયમ ખાતે યોજાયેલી

37મી

વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026માં (એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા

દ્વારા આયોજિત) માં ડીએલએસએસ પોરબંદર સાંદીપની ગુરુકુલના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ

પ્રદર્શન કરીને સંસ્થા અને પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રતિષ્ઠિત

સ્પર્ધામાં ડીએલએસએસ સાંદિપની ગુરુકુલ પોરબંદર અનિલ સુથાપાઅને ગગન ચૌહાણએ સિલ્વર મેડલ જીત્યા છે.

આ બંને ખેલાડીઓએ પોતાની કેટેગરીમાં શ્રેષ્ઠ

પ્રદર્શન કરીને પશ્ચિમ ઝોન સ્તરે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તેમની આ

સિદ્ધિ બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ.મનીષકુમાર જીલડીયા, જિલ્લા

રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, ડીએલએસએસ સાંદિપની ગુરુકુળના પ્રિન્સિપાલ કમલભાઈ મોઢા, પી.આર.ઓ. ડૉ દેવજીભાઈ ઓડેદરા, કોચ રાહુલ કારકિ, અજય કરંગિયા, સાંદિપની શાળા પરિવાર વતી બંને વિજેતા

ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે

શુભેચ્છાઓ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande