
પાટણ, 30 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના ચટાવાડા ગામે ખેતરના બોર પરથી આશરે રૂ.13 હજારની કિંમતનો 100 ફૂટ કેબલ ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. ઘટનામાં એક આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો હતો, જ્યારે તેના બે સાથી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ચટાવાડા ગામના ખેડૂત શાહીદભાઈ યાસીનભાઈ માણસિયાએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત રાત્રે 9થી 9:30 વાગ્યાની વચ્ચે તેમના પિતાના બોર પરથી કેબલ ચોરીનો પ્રયાસ થયો હતો. શાહીદભાઈએ સમોડા ગામના ઠાકોર ભુપતજી ઉર્ફે ભોપાજી અણદાજી માનસંગજીને પકડી પાડ્યો હતો.
આ અંગે ઝડપાયેલા આરોપી સહિત ફરાર થયેલા બે શખ્સો સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. એ.એસ.આઈ. રાજકુમાર મુકેશભાઈએ ફરિયાદ નોંધી છે, જ્યારે પીએસઆઈ જે.આર. શુક્લા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ