નર્મદા જિલ્લામાં મિશન મધમાખી અંતર્ગત, ગઢ ગામ ખાતે ખેડૂતો માટે મધમાખી પાલન તાલીમ યોજાઈ
રાજપીપળા,30 સપ્ટેમ્બર (હિ.સ.) નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગઢ ગામ ખાતે નાયબ બાગાયત નિયામકના માર્ગદર્શન હેઠળ મિશન મધમાખી કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને ખેતીની સાથે સાથે વૈકલ્પિક આવકના સ્ત્રોત તરીકે મધમાખી પાલન અપનાવવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દે
Beekeeping training was organized for farmers at Gadh village under Mission Madhmakhi in Narmada district.


Beekeeping training was organized for farmers at Gadh village under Mission Madhmakhi in Narmada district.


Beekeeping training was organized for farmers at Gadh village under Mission Madhmakhi in Narmada district.


રાજપીપળા,30 સપ્ટેમ્બર (હિ.સ.) નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગઢ ગામ ખાતે નાયબ બાગાયત નિયામકના માર્ગદર્શન હેઠળ મિશન મધમાખી કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને ખેતીની સાથે સાથે વૈકલ્પિક આવકના સ્ત્રોત તરીકે મધમાખી પાલન અપનાવવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી મધમાખી પાલન અંગે તાલીમ યોજવામાં આવી હતી. જિલ્લાના 79 જેટલા ખેડૂતોએ તાલીમમાં મધમાખી ઉછેરની પ્રાથમિક જાણકારી મેળવી.

નિષ્ણાતોએ ખેડૂતોને કૃષિ સાથે આ પૂરક વ્યવસાયને જોડીને ખેડૂતો પોતાની આવકમાં નોંધપાત્ર

વધારો કરી આર્થિક રીતે વધુ સદ્ધર બની શકશે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે

મધમાખી પાલનનું મહત્વ, તેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, પેટીની જાળવણી, મધ ઉત્પાદન તેમજ પરાગનયન દ્વારા ખેતપેદાશોની ઉત્પાદકતા વધારવા જેવી અગત્યની બાબતો અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમમાં વિસ્તારના કુલ 79 જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને મધમાખી ઉછેરની

પ્રાથમિક જાણકારી મેળવી હતી. આ તાલીમ દરમિયાન શ્રોફ ફાઉન્ડેશનના તાલીમકાર અશ્વિનભાઈ તથા મધમાખી સહાયક ગૌરવ વસાવા દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande