વેસુમાં કારની ટક્કરે ABVP કાર્યક્રમનું સ્ટેજ ધરાશાયી, 4ને ઇજા
સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.) સુરતના વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કૉલેજ બહાર ગઈકાલે મોડી રાત્રે ABVPના કાર્યક્રમ માટે સ્ટેજ અને મંડપ તૈયાર કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન કાર ચલાવવાની પ્રેક્ટિસ કરી રહેલા એક ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર સ્ટેજ સાથે અ
Car Crash Collapses ABVP Event Stage


સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.) સુરતના વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કૉલેજ બહાર ગઈકાલે મોડી રાત્રે ABVPના કાર્યક્રમ માટે સ્ટેજ અને મંડપ તૈયાર કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન કાર ચલાવવાની પ્રેક્ટિસ કરી રહેલા એક ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર સ્ટેજ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્ટેજ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું.

અકસ્મતમાં મંડપનું કામ કરી રહેલા ત્રણ કારીગરો અને એક ABVP કાર્યકર્તા ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારને પણ નોંધપાત્ર નુકસાન થયું હતું. ઘટનાના પગલે કેટલાક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમણે કાર ચાલકને પકડી લીધો હતો.

બનાવની માહિતી મળતા અલથાણ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર ચાલકને ટોળામાંથી સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાની હકીકત જાણવા માટે આસપાસના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું પણ સામે આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande