સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામે દીકરાને બોલાવવા મુદ્દે મહિલાઓ વચ્ચે મારામારી
પાટણ, 30 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામમાં દીકરાને ઘરે બોલાવવા બાબતે બે મહિલાઓ વચ્ચે ઝઘડો થતાં મારામારીની ઘટના બની હતી. ઘટનામાં એક મહિલાએ બીજી મહિલાને અપશબ્દો બોલી ઈંટ મારી તેમજ ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. ઉપરાંત, ફર
સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામે દીકરાને બોલાવવા મુદ્દે મહિલાઓ વચ્ચે મારામારી


પાટણ, 30 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામમાં દીકરાને ઘરે બોલાવવા બાબતે બે મહિલાઓ વચ્ચે ઝઘડો થતાં મારામારીની ઘટના બની હતી. ઘટનામાં એક મહિલાએ બીજી મહિલાને અપશબ્દો બોલી ઈંટ મારી તેમજ ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. ઉપરાંત, ફરી દીકરાને ઘરે બોલાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પણ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, અંબાજીપરામાં રહેતા જીગરભાઈ પટેલની પત્ની આશાબેન ઘરે હાજર હતા. તે દરમિયાન હીનાબેન પટેલનો દીકરો અંશ તેમના ઘરે રમવા આવ્યો હતો. આશાબેન ગેસનો બાટલો લેવા માટે બહાર નીકળ્યા ત્યારે હીનાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને આશાબેનને ગાળો આપી પૂછ્યું હતું કે, મારા દીકરાને તમારા ઘરે કેમ બોલાવો છો?

બાદમાં હીનાબેને આશાબેન તરફ ઈંટ ફેંકી અને ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. જતા સમયે ફરી દીકરાને ઘરે બોલાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે જીગરભાઈ પટેલે હીનાબેન મુકેશભાઈ પટેલ વિરુદ્ધ કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande