અરબી સમુદ્રમાં 526 કિલો ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની ઝડપાયા
પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : અરબી સમુદ્રમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે સંયુક્ત કાર્યવાહી કરી મોટી ડ્રગ્સ ખેપ ઝડપી પાડી છે. ગુજરાત એટીએસ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે તા.25 સપ્ટેમ્બરે લક્ષદ્વીપથી પશ્ચિમ
અરબી સમુદ્રમાં 526 કિલો  ડ્રગ્સ  સાથે   5 પાકિસ્તાની ઝડપાયા.


અરબી સમુદ્રમાં 526 કિલો  ડ્રગ્સ  સાથે   5 પાકિસ્તાની ઝડપાયા.


અરબી સમુદ્રમાં 526 કિલો  ડ્રગ્સ  સાથે   5 પાકિસ્તાની ઝડપાયા.


અરબી સમુદ્રમાં 526 કિલો  ડ્રગ્સ  સાથે   5 પાકિસ્તાની ઝડપાયા.


પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : અરબી સમુદ્રમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે સંયુક્ત કાર્યવાહી કરી મોટી ડ્રગ્સ ખેપ ઝડપી પાડી છે. ગુજરાત એટીએસ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે તા.25 સપ્ટેમ્બરે લક્ષદ્વીપથી પશ્ચિમ તરફ દરિયામાં શંકાસ્પદ ઈરાનીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. ત્યાર બાદ હોટ પર્સ્યુટ કરીને ઓને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરક્ષા એજન્સીઓની સર્ચ કાર્યવાહી દરમિયાન આશરે 526 કિલોગ્રામ હેરોઇન અને મેથામ્ફેટામાઇન સહિતનો નશીલો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતરૂ.3,000 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે.

મોટા ડ્રગ્સ જથ્થા સાથે ધોમાં સવાર 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. કાર્યવાહી બાદ ઝડપાયેલું ધોમાં, આરોપીઓ અને જપ્ત કરાયેલો નશીલો જથ્થો સશસ્ત્ર સુરક્ષા હેઠળ મુંબઈ લાવવામાં

આવ્યો છે. મુંબઈ ખાતે સંબંધિત સુરક્ષા અને તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓની સંયુક્ત

પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સના સ્ત્રોત, તેની હેરાફેરી સાથે સંકળાયેલા લોકો અને

સમગ્ર નેટવર્ક અંગે પણ તપાસ આગળ વધારવામાં આવશે.

અરબી સમુદ્રમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીએ

દરિયાઈ માર્ગે થતી નશીલા પદાર્થોની હેરાફેરી સામે સુરક્ષા એજન્સીઓની સતર્કતા દર્શાવી છે. કોસ્ટ ગાર્ડ

અને ગુજરાત ATSની સંકલિત કાર્યવાહીમાં કરોડો રૂપિયાની

ડ્રગ્સ ખેપ ઝડપી પાડવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande