વેરાવળ તાલુકાના ચમોડા પ્રાથમિક શાળા ખાતે ગ્રામ્ય સેવા સેતુના બીજા તબક્કાના કાર્યક્રમનો શુભારંભ
ગીર સોમનાથ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી, પારદર્શી અને ઝડપી ધોરણે મળી રહે તેવા હેતુસર વેરાવળ તાલુકાના ચમોડા ગામે પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ચમોડા પ્રાથમિક શાળા ખાતે ગ્રામ્ય

ગીર સોમનાથ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી, પારદર્શી અને ઝડપી ધોરણે મળી રહે તેવા હેતુસર વેરાવળ તાલુકાના ચમોડા ગામે પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ ૨.૧ ગ્રામ્ય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેવાસેતુ દરમિયાન વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ જેવી કે કસ્તુરબા પોષણ સહાય, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન તેમજ પી.એમ. કિસાન, ફાર્મર રજીસ્ટ્રેશન જેવી સંબંધિત કામગીરી સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી.

રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના સહિતની યોજનાઓના લાભ નાગરિકોને હાથોહાથ પહોંચાડ્યા હતાં.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ વેરાવળના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય પદાધિકારી-અધિકારીઓ, સામાજીક અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

 rajesh pande