દેશલપરના આંગણે ખીલ્યાં બાળપણનાં રંગો, ‘આંગણ ઉત્સવ 2026’માં બાળકોના હાસ્ય સાથે પોષણ-શિક્ષણનો સંદેશ
કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામમાં બાળ વિકાસને કેન્દ્રમાં રાખી ‘આંગણ ઉત્સવ 2026’ની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગામના આંગણવાડી કેન્દ્ર-1 અને કેન્દ્ર-2 ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન નાનકડાં ભૂલકાંઓની વિવિ
દેશલપર ગુંતલી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી


દેશલપર ગુંતલી ખાતે આંગણ ઉત્સવની ઉજવણી


કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામમાં બાળ વિકાસને કેન્દ્રમાં રાખી ‘આંગણ ઉત્સવ 2026’ની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગામના આંગણવાડી કેન્દ્ર-1 અને કેન્દ્ર-2 ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન નાનકડાં ભૂલકાંઓની વિવિધ પ્રવૃત્તિઓથી સમગ્ર આંગણું આનંદ અને ઉત્સાહથી ગુંજી ઊઠ્યું હતું. કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસ ઉપરાંત પોષણ, આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણના મહત્વ અંગે વાલીઓ અને ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આંગણ ઉત્સવ પ્રસંગે ગામના સરપંચ નારણભાઈ ચાવડા, સુપરવાઈઝર લતાબેન મારુ, આશા વર્કર રાભિયાબેન કુંભાર, હેમલતાબેન વી. જોશી, આંગણવાડી વર્કર પરમેશ્વરીબેન સહિત આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો, આશા વર્કરો, ગામના આગેવાનો, આમંત્રિત મહેમાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ બાળકો સાથે સમય વિતાવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન બાળકો માટે આનંદદાયક અને શૈક્ષણિક વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. રમતગમત, રમૂજી પ્રવૃત્તિઓ અને શીખવાની પ્રક્રિયાને જોડીને બાળકોમાં સહભાગિતા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નાનપણથી જ બાળકોને યોગ્ય વાતાવરણ, પોષણ અને શિક્ષણ મળે તો તેમના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો તૈયાર થઈ શકે છે તે અંગે પણ ઉપસ્થિતોને સમજ આપવામાં આવી હતી.

આંગણવાડી કાર્યકર અમીનાબેન લગાએ જણાવ્યું હતું કે, આંગણ ઉત્સવ માત્ર ઉજવણી પૂરતો સીમિત કાર્યક્રમ નથી, પરંતુ બાળકોના વિકાસ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ અંગે પરિવાર અને સમાજને જોડવાનું માધ્યમ છે. બાળકોને પૌષ્ટિક આહાર, સ્વચ્છતા, આરોગ્યની સંભાળ અને પ્રાથમિક શિક્ષણ મળે તે માટે વાલીઓની સક્રિય ભૂમિકા જરૂરી છે.

ઉપસ્થિત મહેમાનોએ આંગણવાડી કેન્દ્રોની કામગીરીની પ્રશંસા કરી હતી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આંગણવાડી કાર્યકરો, વાલીઓ તથા ગ્રામજનો સાથે મળીને સતત પ્રયત્નો કરવાની અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં બાળકોના હાસ્ય અને ઉમંગે ‘આંગણ ઉત્સવ’ને યાદગાર બનાવી દીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande