વિજાપુરના બિલીયામાં ‘આંગણ ઉત્સવ’ યોજાયો, પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવાઈ
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બિલીયા ગામના આંગણવાડી કેન્દ્ર ખાતે 30 સપ્ટેમ્બરે ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકોના પોષણ, આરોગ્ય અને આંગણવાડી કેન્દ્ર દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે જાગૃતિ લાવવાના
વિજાપુરના બિલીયામાં ‘આંગણ ઉત્સવ’ યોજાયો, પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવાઈ


મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બિલીયા ગામના આંગણવાડી કેન્દ્ર ખાતે 30 સપ્ટેમ્બરે ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકોના પોષણ, આરોગ્ય અને આંગણવાડી કેન્દ્ર દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં બારડ ચરણસિંહ દલપુજી, પ્રજાપતિ ચેતનભાઈ કાનજીભાઈ, રણજીતસિંહ ચતુરજી ચૌહાણ (બિલીયા) તેમજ ચૌધરી અજીતકુમાર બળદેવભાઈ (MPHW, બિલીયા) સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આંગણ ઉત્સવ દરમિયાન ઉપસ્થિત લોકોને બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણયુક્ત આહાર, નિયમિત આરોગ્ય તપાસ અને આંગણવાડીની સેવાઓના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. બાળકોના વિકાસમાં માતા-પિતા અને પરિવારની ભૂમિકા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આંગણવાડી કેન્દ્ર દ્વારા બાળકો અને લાભાર્થીઓને આપવામાં આવતી વિવિધ સેવાઓ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો તથા આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો.

કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામના બાળકો અને માતાઓમાં પોષણ તથા આરોગ્ય અંગે જાગૃતિ વધારવા અને આંગણવાડીની સેવાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande