મહેસાણા મનપા દ્વારા સફાઈ કર્મીઓ માટે આરોગ્ય તપાસ શિબિર યોજાઈ
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત ‘સફાઈ મિત્ર સુરક્ષા એવમ સન્માન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મીઓ માટે
મહેસાણા મનપા દ્વારા સફાઈ કર્મીઓ માટે આરોગ્ય તપાસ શિબિર યોજાઈ


મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત ‘સફાઈ મિત્ર સુરક્ષા એવમ સન્માન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મીઓ માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

શિબિર દરમિયાન સફાઈ કર્મીઓના આરોગ્યની તબીબી તપાસ કરવામાં આવી હતી. સફાઈ કામગીરી સાથે જોડાયેલા કર્મીઓના સ્વાસ્થ્ય અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મેયર સોનલબેન વિષ્ણુભાઈ ઓઝા, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર રમેશભાઈ રાજપૂત, કાઉન્સિલરો, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા કામગીરી સાથે સંકળાયેલા સફાઈ કર્મીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાન અંતર્ગત સફાઈ કર્મીઓ માટે આરોગ્ય તપાસ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande