મહેસાણામાં માર્ગ અને મકાન વિભાગની ઉત્તર ગુજરાત કક્ષાની ‘ચિંતન શિબિર’ યોજાઈ
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વર્તુળ કક્ષાની ‘ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં માર્ગ અને મકાન વિભાગની કામગીરીમાં ગતિ, ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવા તેમજ આગામી સમયમાં માળખા
મહેસાણામાં માર્ગ અને મકાન વિભાગની ઉત્તર ગુજરાત કક્ષાની ‘ચિંતન શિબિર’ યોજાઈ


મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વર્તુળ કક્ષાની ‘ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં માર્ગ અને મકાન વિભાગની કામગીરીમાં ગતિ, ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવા તેમજ આગામી સમયમાં માળખાકીય વિકાસને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

‘વિકસિત ગુજરાત 2047’ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને યોજાયેલી શિબિરમાં ઉત્તર ગુજરાતના માર્ગ અને મકાન વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન માર્ગ નિર્માણ, જાળવણી, સરકારી ઈમારતોના બાંધકામ અને અન્ય માળખાકીય કામોમાં ગુણવત્તા જાળવવા અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

અધિકારીઓ દ્વારા કામગીરી દરમિયાન આવતા પડકારો, કામોની સમયમર્યાદા, ગુણવત્તા નિયંત્રણ અને વિવિધ પ્રોજેક્ટના અમલીકરણ અંગેના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને વિભાગીય કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સંકલન વધારીને ઉત્તર ગુજરાતમાં માર્ગ તથા અન્ય સરકારી માળખાકીય સુવિધાઓના વિકાસને વધુ અસરકારક બનાવવાનો રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande