
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહેસાણાના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ‘સાથી પોર્ટલ ફેઇઝ-2’ના અમલીકરણ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ), મહેસાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લાના બીજ ઉત્પાદકો અને વિક્રેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ‘સાથી પોર્ટલ ફેઇઝ-2’ના અમલીકરણને લગતી વિવિધ કામગીરી અંગે બીજ ઉત્પાદકો અને વિક્રેતાઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોર્ટલના ઉપયોગની પ્રક્રિયા, ઓનલાઈન કામગીરી અને બીજ સંબંધિત વિગતોની નોંધણી સહિતની બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન બીજ ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા વ્યવસાયિકોને પોર્ટલ આધારિત કામગીરી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે પણ સમજ આપવામાં આવી હતી. સાથે જ પોર્ટલના માધ્યમથી બીજ સંબંધિત કામગીરીને વધુ સુવ્યવસ્થિત રીતે હાથ ધરવા અંગે માર્ગદર્શન અપાયું હતું.
ઉપસ્થિત બીજ ઉત્પાદકો અને વિક્રેતાઓએ તાલીમ દરમિયાન પોર્ટલની કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમની કામગીરી દરમિયાન આવતા પ્રશ્નો અને પોર્ટલના ઉપયોગને લગતી બાબતો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કૃષિ વિભાગ દ્વારા ડિજિટલ માધ્યમથી બીજ સંબંધિત કામગીરીને સરળ અને વ્યવસ્થિત બનાવવા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR