રાજ્યમાં વરસાદની ઘટ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, મુખ્યમંત્રીએ કર્યા વધામણાં
રાજપીપળા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજપીપળા નજીક આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ જળસપાટીએ પહોંચીને છલોછલ ભરાઈ ગયો છે. આ ઐતિહાસિક ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેમ ખાતે ઉપસ્થિત રહીને નર્મદા મૈયાને શ્રીફળ, પુષ્પ અને ચુંદડી અર્પણ કર
Sardar Sarovar dam


Sardar Sarovar Narmada Dam fully filled amid lack of rain in the state, Chief Minister congratulates


રાજપીપળા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજપીપળા નજીક આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ જળસપાટીએ પહોંચીને છલોછલ ભરાઈ ગયો છે. આ ઐતિહાસિક ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેમ ખાતે ઉપસ્થિત રહીને નર્મદા મૈયાને શ્રીફળ, પુષ્પ અને ચુંદડી અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવી. રાજ્યની જીવાદોરી સમાન નર્મદાના જળ વધાવવા માટે વિશેષ કાર્યક્રમ નર્મદા મૈયાના નીરના વધામણા કર્યા.

નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની ચિંતા હળવી થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણાં કર્યા છે. મુખ્યમંત્રી કેવડિયા ખાતે પહોંચ્યા હતા.

સરદાર સરોવર નર્મદા ડેમ વર્ષ 2017માં રાષ્ટ્રાર્પણ કર્યા પછી અત્યાર સુધીમાં કુલ 7 વખત (2019, 2020, 2022, 2023, 2024, 2025 અને 2026માં) તેની મહત્તમ જળસપાટી 138.68 મીટર (455 ફૂટ) સુધી ભરાયો છે.

ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને કારણે ડેમમાં વિપુલ જળરાશિ એકત્ર થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી છે. હાલ ઉપરવાસમાંથી ડેમમાં 49,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ગુજરાત માટે રાહત અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી છે. હાલ ઉપરવાસમાંથી ડેમમાં 49,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં 5,756.78 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ નોંધાયું છે.

આ ઐતિહાસિક ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેમ ખાતે ઉપસ્થિત રહીને નર્મદા મૈયાના નીરના વધામણા કર્યા. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને કારણે ડેમમાં વિપુલ જળરાશિ એકત્ર થઈ છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે તંત્ર દ્વારા ડેમ વિસ્તારને ભવ્ય રીતે શણગારીને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.નર્મદામાં નીરના વધામણાં બાદ ડેમની રંગબેરંગી રોશની આકર્ષણ જમાવશે

સરદાર સરોવર ડેમમાં હાલમાં 5737.46 MCM જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

ઉપરવાસમાંથી ડેમમાં 43,659 ક્યુસેક પાણીની પ્રચંડ આવક નોંધાઈ રહી છે. તેની સામે ડેમમાંથી કુલ 11,564 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં RBPH માંથી 0 ક્યુસેક અને CHPHમાંથી 11,564 ક્યુસેક પાણીની જાવક ચાલુ રાખવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande