વડાપ્રધાન 01 ઓક્ટોબરના રોજ, સંઘ લોક સેવા આયોગના શતાબ્દી સમારોહમાં ભાગ લેશે
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે અહીં ભારત મંડપમમાં સંઘ લોક સેવા આયોગના શતાબ્દી સમારોહમાં સામેલ થશે. તેઓ સવારે 11 વાગ્યે સમારોહને સંબોધિત કરશે. આ પ્રસંગે વડાપ્રધાન સંઘ લોક સેવા આયોગની શતાબ્દીના ઉપલક્ષ્યમાં સ્મારક સિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે અહીં ભારત મંડપમમાં સંઘ લોક સેવા આયોગના શતાબ્દી સમારોહમાં સામેલ થશે. તેઓ સવારે 11 વાગ્યે સમારોહને સંબોધિત કરશે. આ પ્રસંગે વડાપ્રધાન સંઘ લોક સેવા આયોગની શતાબ્દીના ઉપલક્ષ્યમાં સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે. આ પછી વડાપ્રધાન ‘ભારતમાં સંઘ લોક સેવા આયોગ અને રાજ્ય લોક સેવા આયોગોની નીતિઓને આકાર આપનારા 100 મહત્વપૂર્ણ નિર્ણયો’ પુસ્તકનું પણ વિમોચન કરશે.

વડાપ્રધાન કાર્યાલય અનુસાર, આ કાર્યક્રમ વર્ષભર ચાલેલા શતાબ્દી સમારોહોનું સમાપન હશે. સંઘ લોક સેવા આયોગની સ્થાપના વર્ષ 1926માં થઈ હતી. સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વર્ષભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોની શરૂઆત ગયા વર્ષે 01 ઓક્ટોબરના રોજ થઈ હતી.

સમારોહમાં દેશભરમાંથી રાજ્ય લોક સેવા આયોગોના અધ્યક્ષો અને સભ્યો, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણવિદો, સંઘ લોક સેવા આયોગના અધિકારીઓ અને અન્ય સંબંધિત લોકો સામેલ થશે.

સંઘ લોક સેવા આયોગ દ્વારા 30 સપ્ટેમ્બર અને 01 ઓક્ટોબરના રોજ બે દિવસીય કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે. પહેલા દિવસે ભારત મંડપમમાં ‘શતાબ્દી સમારોહ-મંથન’નું આયોજન થશે. આમાં પ્રખ્યાત વક્તાઓના સંબોધન પછી વિવિધ વિષયો પર ચર્ચાઓ થશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande