પોરબંદર પીજીવીસીએલ દ્વારા વીજબિલ અંગે કાર્યવાહી, મોટા ‘મગરમચ્છો’ના નામ જાહેર કરવામાં લાજ કેમ?
પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં વીજ બિલની વસુલાતને લઈને PGVCL દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. PGVCL દ્વારા યોજાયેલી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ દરમિયાન એક જ દિવસમાં રૂ. 1.48 કરોડની વસુલાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ
પોરબંદર  PGVCL  મોટા ‘મગરમચ્છો’ના નામ જાહેર કરવામાં લાજ કેમ?


પોરબંદર  PGVCL  મોટા ‘મગરમચ્છો’ના નામ જાહેર કરવામાં લાજ કેમ?


પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં વીજ બિલની વસુલાતને લઈને PGVCL દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. PGVCL દ્વારા યોજાયેલી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ દરમિયાન એક જ દિવસમાં રૂ. 1.48 કરોડની વસુલાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ડ્રાઇવમાં બાકી વીજબિલ ધરાવતા અનેક ગ્રાહકોના વીજકનેક્શન કાપવામાં આવ્યા હતા.જોકે, આ કાર્યવાહી બાદ હવે PGVCLની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

પોરબંદર જિલ્લામાં અંદાજે રૂ. 32 કરોડનું વીજ બિલ બાકી હોવાની માહિતી વચ્ચે સવાલ એ છે કે આટલી મોટી રકમના બાકીદારો સામે PGVCLની કાર્યવાહી કેટલી કડક છે? નાના બાકીદારોના વીજ કનેક્શન તાત્કાલિક કાપવામાં આવે છે, પરંતુ મોટા બાકીદારો સામે સમાન પ્રકારની કાર્યવાહી કેમ જોવા મળતી નથી? કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી રાખનારા મોટા બાકીદારો સામે કાર્યવાહી કરવામાં PGVCL કેમ ખચકાય છે? સૌથી મોટો સવાલ તો એ છે કે આવા મોટા બાકીદારોના નામ જાહેર કરવામાં તંત્ર કેમ સંકોચ અનુભવે છે? નાના બાકીદારો સામે ધડાધડ કાર્યવાહી અને મોટા બાકીદારો સામે કથિત નરમ વલણ બેવડા ધોરણના આક્ષેપો વચ્ચે PGVCLએ સમગ્ર વસુલાત પ્રક્રિયામાં પારદર્શિતા જાળવી મોટા બાકીદારો સામે પણ સમાન ધોરણે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવમાં રૂ. 1.48 કરોડની વસુલાત થઈ છે, ત્યારે હવે બાકી રહેલા રૂ. 32 કરોડના વીજબિલ માંથી મોટા બાકીદારો પાસેથી વસુલાત માટે PGVCL શું પગલાં લેછે તેના પર સૌની નજર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande