સુરત સાંસદ મુકેશ દલાલનું નિવેદન: ગરબા આયોજકોને ખેલૈયાઓના ID ચેક કરવાની અપીલ
સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રી દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ‘રેન્ટ એ પાર્ટનર’ પોસ્ટને લઈને સુરતના સાંસદ મુકેશ દલાલે પોલીસ તપાસની માગ કરી છે. પોસ્ટમાં ગરબા માટે પાર્ટનર ભાડે આપવાના અલગ-અલગ પેકેજ દર્શાવવામાં આવ્યા છે. સાંસદે આશંકા વ્
Statement by Surat MP


સુરત, 30 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રી દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ‘રેન્ટ એ પાર્ટનર’ પોસ્ટને લઈને સુરતના સાંસદ મુકેશ દલાલે પોલીસ તપાસની માગ કરી છે. પોસ્ટમાં ગરબા માટે પાર્ટનર ભાડે આપવાના અલગ-અલગ પેકેજ દર્શાવવામાં આવ્યા છે. સાંસદે આશંકા વ્યક્ત કરી છે કે આ પાછળ સાયબર ફ્રોડ અથવા યુવતીઓને નિશાન બનાવવાનું કાવતરું હોઈ શકે છે. આ અંગે તેમણે પોલીસ કમિશનરને પત્ર લખી તપાસની માંગ કરી છે.

મુકેશ દલાલે નવરાત્રીના ગરબા આયોજકોને ખેલૈયાઓની ઓળખ ચકાસીને પ્રવેશ આપવા અપીલ કરી છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે ગરબા કાર્યક્રમોમાં માત્ર સનાતન ધર્મના લોકોને જ પ્રવેશ આપવામાં આવે અને અન્ય ધર્મના લોકોની એન્ટ્રી રોકવા માટે ID ચેકિંગ કરવામાં આવે. તેમણે યુવાનોને પણ સોશિયલ મીડિયા પર જોવા મળતી આવી શંકાસ્પદ જાહેરાતોથી સાવચેત રહેવાની અપીલ કરી છે.

ઓર્કેસ્ટ્રામાં અન્ય ધર્મના કલાકારોને સામેલ કરવાના મુદ્દે પણ સાંસદે આયોજકોને વિચાર કરવાની સલાહ આપી હતી. તેમનું કહેવું છે કે આવા કાર્યક્રમોમાં કલાકારોની પસંદગી અંગે પણ આયોજકોએ સાવચેતી રાખવી જોઈએ. દરમિયાન, ‘રેન્ટ એ પાર્ટનર’ પોસ્ટ કોણે બનાવી અને તેનો હેતુ શું હતો તે અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande