
પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર -રાજકોટ નેશનલ હાઇવે પર માધવાણી કોલેજ સામે અકસ્માતની ઘટના બની હતી. સફેદ રંગની બલેનો કારનાચાલકે માનવ જીંદગી જોખમાય તે રીતે પૂરઝડપે કાર હંકારી એક્ટિવાને પાછળથી અડફેટે લેતા બે લોકોને ઇજા પહોંચી હતી.ફરિયાદ મુજબ, મોહઝીમ અસ્ફાકભાઈ સંઘાર ઉંમર 19 વર્ષ તથા સાહેદ પોતાની એક્ટિવા મોટરસાઇકલ નં. GJ25-R-5801 લઈને જતા હતા. દરમિયાન સફેદ રંગની બલેનો કાર નં. GJ-25- BA-6839ના ચાલકે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક કાર ચલાવી પાછળથી એક્ટિવાને ટક્કર મારી હતી.અકસ્મતમાં ફરિયાદીને બંને હાથની કોણી તેમજ પગના ભાગે છોલાણની ઇજાઓ ઉપરાંત શરીરના અન્ય ભાગે ઇજાઓ થઈ હતી. જ્યારે એક્ટિવા પર સવાર સાહેદમુદ્દસ્સર મોહમદં હનીફભાઈ ગીગાણીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.અકસ્મતમાં ઇજાઓ પહોંચાડ્યા બાદ બલેનો કારનો ચાલક ઘટના સ્થળેથી કાર સાથે નાસી ગયો હતો. બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ફરાર કારચાલક સામે તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya