બોખીરામાં દિન દહાડે ઘરમાં ઘૂસી તસ્કરે રૂ.87 હજારના દાગીના-રોકડ ચોરી કરી
પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં આવેલા મકાનમાં અજાણ્યો તસ્કર બાલ્કનીના રસ્તે ઘૂસી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.87,176ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ ફ
બોખીરામાં દિન દહાડે ઘરમાં ઘૂસી તસ્કરે રૂ.87 હજારના દાગીના-રોકડ ચોરી કરી


પોરબંદર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં આવેલા મકાનમાં અજાણ્યો તસ્કર બાલ્કનીના રસ્તે ઘૂસી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.87,176ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, તા.17 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 થી બપોરે 2 વાગ્યાના સમયગાળા દરમિયાન બોખીરા વાછરાડાડા મંદિર પાછળ મરુલીધર પાર્ક વિસ્તારમાં રહેતા શુભમકુમાર ગોપાલભાઈ માંડલિયાના મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું. અજાણ્યો ચોર મકાનના ઉપરના માળની બાલ્કની માંથી ઘરમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ રૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી કબાટ ખોલ્યો હતો. કબાટ માંથી 11.400 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર, કિંમત રૂ.60,876, તેમજ 3.710 ગ્રામની સોનાની કાનની બુટ્ટી,

કિંમત રૂ.21,300 અને રૂ.5,000 રોકડા મળી કુલ રૂ.87,176ની ચોરી કરી હતી.

ઘટનાની જાણ થતાં મકાન માલિકે પોલીસનો સંપર્ક કરી અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા સહિતના પુરાવાના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande