રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, વિરોધ પક્ષના નેતા અને અન્યએ દેશવાસીઓને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અન્યએ શુક્રવારે જન્માષ્ટમીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્રપતિએ કહ્યું, જન્માષ
કીહેફલ


નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અન્યએ શુક્રવારે જન્માષ્ટમીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી.

રાષ્ટ્રપતિએ કહ્યું, જન્માષ્ટમીના શુભ અવસર પર હું, દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન શ્રીકૃષ્ણની જીવનલીલા અને તેમના સંદેશાઓ ભારતીય સંસ્કૃતિ અને દર્શનને સંજીવની પ્રદાન કરે છે. તેમણે સત્ય, ધર્મ, ન્યાય, કરુણા અને નિષ્કામ કર્મનો માર્ગ બતાવ્યો. ચાલો, આ શુભ અવસર પર આપણે સૌ ભગવાન શ્રીકૃષ્ણના આદર્શોને અપનાવવા તથા એક સમાવેશી અને વિકસિત ભારતના નિર્માણ માટે નિરંતર કાર્ય કરવાનો સંકલ્પ લઈએ.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણનું જીવન અને સંદેશ માનવતાને સત્ય, ધર્મ, કર્તવ્ય અને સદાચારના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. આ પાવન અવસર પર ચાલો, ભગવાન શ્રીકૃષ્ણની શાશ્વત શિક્ષાઓને પોતાના જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ લઈએ અને સમાજમાં એકતા, શાંતિ અને સદ્ભાવને સુદૃઢ કરવામાં પોતાનું યોગદાન આપીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય સંદેશાઓમાં નિઃસ્વાર્થ કર્મની અદ્ભુત પ્રેરણા સમાયેલી છે, જેણે માનવતાનું નિરંતર માર્ગદર્શન કર્યું છે. તેમની ભક્તિ અને ઉપાસનાને સમર્પિત આ પાવન અવસર દરેકના જીવનમાં સકારાત્મક ઊર્જા અને શક્તિનો સંચાર કરે, એવી જ કામના છે. જય શ્રીકૃષ્ણ!

ઓમ બિરલાએ કહ્યું કે, શ્રી કૃષ્ણ, ગોવિંદ, હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવના જન્મોત્સવ પર પ્રાર્થના છે કે દરેક ઘરમાં સુખ-શાંતિ, દરેક મનમાં વિશ્વાસ અને દરેક જીવનમાં નવી ઊર્જા અને ઉમંગનો સંચાર થાય. જન્માષ્ટમી પર એવી પણ કામના છે કે તમામ શ્રદ્ધાળુઓ પર પ્રભુ શ્રીકૃષ્ણની કૃપા બની રહે. રાષ્ટ્ર અને સમાજ સત્ય, ન્યાય અને માનવતાના પથ પર નિરંતર આગળ વધતા રહે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, શ્રીમદ્ભગવદ્ગીતામાં તેમનો અમર સંદેશ કર્મ પ્રત્યે નિષ્ઠા, વિવેક, ધૈર્ય અને લોકકલ્યાણની પ્રેરણા આપે છે. ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી દેશમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી બની રહે તથા દરેક પરિવારના જીવનમાં આનંદ, આશા અને નવી ઊર્જાનો સંચાર થાય.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે, ધર્મ, નીતિ અને લોકકલ્યાણના પ્રતીક યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ સૌ પર પોતાની કૃપા જાળવી રાખે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આશા રાખીએ છીએ કે આ પર્વ તમારા જીવનને હર્ષ અને ઉલ્લાસથી ભરી દે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલી બની રહે, એવી જ મંગલકામના છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande