દસ દિવસ પછી ત્રિશૂલી-3 'એ' જળવિદ્યુત પરિયોજનાની સુરંગમાંથી, એક વ્યક્તિને જીવતો બચાવવામાં આવ્યો.
કાઠમંડુ, નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) નેપાળમાં 26 ઓગસ્ટના રોજ આવેલી વિનાશકારી પૂર દરમિયાન ત્રિશૂલી-3 ''એ'' જળવિદ્યુત પરિયોજનાની સુરંગની અંદર ફસાયેલા લોકોમાંથી એક વ્યક્તિને આજે દસ દિવસ પછી જીવતો બચાવી લેવામાં આવ્યો. નેપાળી સેના તરફથી જણાવવામા
નેપાળ


કાઠમંડુ, નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) નેપાળમાં 26 ઓગસ્ટના રોજ આવેલી વિનાશકારી પૂર દરમિયાન ત્રિશૂલી-3 'એ' જળવિદ્યુત પરિયોજનાની સુરંગની અંદર ફસાયેલા લોકોમાંથી એક વ્યક્તિને આજે દસ દિવસ પછી જીવતો બચાવી લેવામાં આવ્યો.

નેપાળી સેના તરફથી જણાવવામાં આવ્યું છે કે, સુરંગની અંદરથી એક વ્યક્તિને જીવિત અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યો છે.

નેપાળી સેનાએ જણાવ્યું કે, આજે સવારે જ શોધ અને બચાવ અભિયાન દરમિયાન સુરંગની અંદરથી કોઈ વ્યક્તિનો અવાજ સંભળાવાનો સંકેત મળ્યો હતો. આ પછી સુરંગની અંદર ફસાયેલા લોકોની શોધખોળ તેજ કરી દેવામાં આવી.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande