
નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે, 'સાંઝા સુભાષિતમ્'માં ભગવાન શ્રીકૃષ્ણની વંદના કરી.
પ્રધાનમંત્રી મોદીએ સંસ્કૃતના એક શ્લોકને 'એક્સ' પર શેર કરતા લખ્યું,
'वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्।
देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्॥'
જેનો અર્થ છે કે, વસુદેવ-પુત્ર, દેવ-સ્વરૂપ, કંસ અને ચાણૂરનો સંહાર કરનારા, માતા દેવકીને પરમ આનંદ પ્રદાન કરનારા જગદ્ગુરુ ભગવાન શ્રીકૃષ્ણની હું વંદના કરું છું.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ