પોખરામાં કાર ફેવાતાલમાં પડી, બિહારના બે યુવકોના મોત, બે ઘાયલ
કાઠમંડુ, નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) નેપાળના પોખરામાં શુક્રવારે સવારે ભારતીય નંબરની એક કાર અનિયંત્રિત થઈને ફેવાતાલમાં ખાબકી, જેના કારણે કારમાં સવાર બે લોકોના મોત થયા, જ્યારે અન્ય બે ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના પોખરાના ગૈરીચૌત
પોખરામાં કાર ફેવાતાલમાં પડી, બિહારના બે યુવકોના મોત, બે ઘાયલ


કાઠમંડુ, નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) નેપાળના પોખરામાં શુક્રવારે સવારે ભારતીય નંબરની એક કાર અનિયંત્રિત થઈને ફેવાતાલમાં ખાબકી, જેના કારણે કારમાં સવાર બે લોકોના મોત થયા, જ્યારે અન્ય બે ઘાયલ થયા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના પોખરાના ગૈરીચૌતારા ઘુમ્તી સ્થિત રોડ પર થઈ. લગભગ સવારે 4:50 વાગ્યે સેદીથી લેકસાઇડ તરફ જઈ રહેલી કારના ચાલકે નિયંત્રણ ગુમાવ્યું, જેના પછી કાર રોડ પરથી લગભગ 20 મીટર નીચે ફેવાતાલમાં ખાબકી. કારમાં કુલ ચાર લોકો સવાર હતા.

ઘટનાની જાણ થતાં જ વડા પોલીસ કાર્યાલય બૈદામથી પોલીસ ઉપાધીક્ષક સૂર્યબહાદુર બોગટીના નેતૃત્વમાં 15 પોલીસકર્મીઓની ટીમ તથા સશસ્ત્ર પ્રહરી બળ નેપાળ નંબર 24 મુખ્યમથક કાલિકા ગણ, કાસ્કીથી સહાયક પોલીસ નિરીક્ષક શરણ ખડકાના નેતૃત્વમાં 13 સભ્યોની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ અભિયાન શરૂ કર્યું.

બચાવ દળે બિહારના રક્સૌલ નિવાસી 27 વર્ષીય અનમોલ કુમાર યાદવ અને 33 વર્ષીય સુરજ યાદવને જીવતા બહાર કાઢ્યા. બંનેને સારવાર માટે ગંડકી મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા. કાસ્કી પોલીસના જણાવ્યા અનુસાર, બંને વાતચીત કરવાની સ્થિતિમાં છે.

આ પછી સવારે 5:55 વાગ્યે ફેવાતાલના પાણીમાંથી અન્ય બે લોકોને, બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા. તેમને પોખરા સ્વાસ્થ્ય વિજ્ઞાન પ્રતિષ્ઠાન, પશ્ચિમાંચલ ક્ષેત્રીય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ભારતના બિહારના જ રક્સૌલ નિવાસી 26 વર્ષીય નવદીપ કુમાર યાદવની ઓળખ તેમના આધાર કાર્ડના આધારે થઈ છે. બીજા મૃતકની ઉંમર લગભગ 40 થી 45 વર્ષ જણાવવામાં આવી રહી છે, પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

સવારે લગભગ 6:20 વાગ્યે ક્રેનની મદદથી ફેવાતાલના પાણીમાંથી ભારતીય નંબર બીઆર 05 ડીબી 6759 વાળી કારને બહાર કાઢવામાં આવી. કારને વડા પોલીસ કાર્યાલય બૈદામ પહોંચાડવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande