જામનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની વાર્ષિક બેઠક યોજાઈ
જામનગર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લામાં પ્રાણીઓ પ્રત્યે થતા અત્યાચાર અટકાવવા અને પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓને વધુ સઘન બનાવવા અંગે વિસ્તારપૂર્વક
પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની વાર્ષિક બેઠક


જામનગર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગરમાં પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લામાં પ્રાણીઓ પ્રત્યે થતા અત્યાચાર અટકાવવા અને પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓને વધુ સઘન બનાવવા અંગે વિસ્તારપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અતિ ક્રૂર ગણાતા ગ્લુ ટ્રેપના ઉપયોગ પરના પ્રતિબંધ અંગે સમાજમાં બહોળી જાગૃતિ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

જામનગર ખાતે પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની વર્ષ ૨૦૨૬-૨૭ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. બેઠક દરમિયાન વિતેલા વર્ષ દરમિયાન એસપીસીએની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે ક્ષેત્રીય કક્ષાએથી મળેલી વિવિધ ફરિયાદો અને રજૂઆતોના યોગ્ય નિકાલ અંગે સભ્યો સાથે વિગતવાર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

આગામી સમયમાં હાથ ધરવાની થતી કામગીરીનું સુચારુ આયોજન કરી પ્રાણીઓ પર થતી ક્રૂરતા નિવારવા માટે સમાજનો દરેક વર્ગ સજાગ અને જાગૃત બને તે દિશામાં નક્કર પગલાં ભરવા ચર્ચા કરાઈ હતી. પ્રાણી કલ્યાણ માટે સતત કાર્યરત રહેવા અંગે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયત, પોલીસ, વન વિભાગ, શિક્ષણ, પશુપાલન, પ્રાણી કલ્યાણ બોર્ડ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના આજીવન તેમજ વાર્ષિક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande