ડૉ. વિનય પ્રકાશ સિંહ, સતત બીજી વખત એશિયન-પ્રશાંત પોસ્ટલ યુનિયનના મહાસચિવ તરીકે ચૂંટાયા
નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય પોસ્ટલ સેવા (આઈપીઓએસ) ના 1988 બેચના વરિષ્ઠ અધિકારી ડૉ. વિનય પ્રકાશ સિંહને સતત બીજી વખત એશિયન-પ્રશાંત પોસ્ટલ યુનિયન (એપીપીયુ) ના મહાસચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સંચાર મંત્રાલય અનુસાર, થાઈલેન્ડના બેંગકોકમ
્ોક ્


નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય પોસ્ટલ સેવા (આઈપીઓએસ) ના 1988 બેચના વરિષ્ઠ અધિકારી ડૉ. વિનય પ્રકાશ સિંહને સતત બીજી વખત એશિયન-પ્રશાંત પોસ્ટલ યુનિયન (એપીપીયુ) ના મહાસચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

સંચાર મંત્રાલય અનુસાર, થાઈલેન્ડના બેંગકોકમાં આયોજિત ૧૪મા એપીપીયુ સંમેલનમાં તેમને સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા. તેમનું આ પુનઃચૂંટણી એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ભારતના નેતૃત્વ પર સભ્ય દેશોના અતૂટ વિશ્વાસ અને આંતરરાષ્ટ્રીય પોસ્ટલ કૂટનીતિમાં દેશના વધતા પ્રભાવને રેખાંકિત કરે છે. તેમનો બીજો કાર્યકાળ જાન્યુઆરી 2027 થી શરૂ થઈને ડિસેમ્બર 2030 સુધી ચાલશે.

ડૉ. સિંહની પુનઃચૂંટણી એવા સમયે થઈ છે જ્યારે એપીપીયુ એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં પોસ્ટલ સહયોગને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. બેંગકોકમાં મુખ્યાલય ધરાવતું આ સંઘ ૩૨ સભ્ય દેશોનું એક આંતર-સરકારી સંગઠન છે અને સંયુક્ત રાષ્ટ્રની પોસ્ટલ ક્ષેત્ર માટેની વિશેષ એજન્સી, યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યુપીયુ) ના પ્રાદેશિક સંઘ તરીકે કાર્ય કરે છે. તેમનો બીજો કાર્યકાળ પ્રાદેશિક સહયોગને મજબૂત કરવા અને પોસ્ટલ ક્ષેત્રમાં સામાન્ય પ્રાથમિકતાઓને આગળ વધારવાનો વધુ અવસર પ્રદાન કરશે.

ડૉ. સિંહે ત્રણ દાયકાથી વધુના તેમના કાર્યકાળમાં કેન્દ્ર સરકારમાં અનેક વરિષ્ઠ પદો પર કાર્ય કર્યું છે. તેમાં પોસ્ટલ સેવા બોર્ડના સભ્ય, પોસ્ટ વિભાગમાં વરિષ્ઠ ઉપ મહાનિર્દેશક અને મુખ્ય સતર્કતા અધિકારી, ઉત્તર પ્રદેશ સર્કલના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ અને ઇન્ડિયા પોસ્ટ મુખ્યાલયમાં મુખ્ય મહાપ્રબંધકનો સમાવેશ થાય છે. તેમણે સંઘ લોક સેવા આયોગ, અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અને સેના પોસ્ટલ સેવા કોરમાં પણ કાર્ય કર્યું છે. એક શિક્ષણવિદ્ તરીકે, તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી આધુનિક ઇતિહાસમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે અને ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા, દિલ્હીમાંથી મેનેજમેન્ટમાં પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, ડૉ. સિંહે 2022 માં 13 મી એપીપીયુ કોંગ્રેસમાં તેમની પ્રથમ ચૂંટણી પછી જાન્યુઆરી 2023 માં પદભાર સંભાળ્યા પછીથી, પોસ્ટલ પ્રશાસનો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા અને સમગ્ર ક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓના વિકાસ અને આધુનિકીકરણમાં યોગદાન આપ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande