પેરિસમાં, ભારતીય પેવેલિયનમાં યોજાયેલી 'હૂઝ નેક્સ્ટ' પ્રદર્શનનું ઉદ્ઘાટન
નવી દિલ્હી/પેરિસ, 06 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય કાપડ મંત્રાલયના સચિવ નીલમ શમી રાવે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રદર્શનના ભારતીય પેવેલિયનમાં યોજાયેલા ''હૂઝ નેક્સ્ટ'' પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય વસ્ત્ર મંત્ર
જી્ો ્


નવી દિલ્હી/પેરિસ, 06 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય કાપડ મંત્રાલયના સચિવ નીલમ શમી રાવે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રદર્શનના ભારતીય પેવેલિયનમાં યોજાયેલા 'હૂઝ નેક્સ્ટ' પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલય અનુસાર, આ પ્રદર્શનમાં ભારતના સમૃદ્ધ ફેશન, હસ્તકલા, હસ્તશિલ્પ અને જીવનશૈલી ઇકોસિસ્ટમની સાંસ્કૃતિક વિવિધતા અને વૈશ્વિક ક્ષમતાને મુખ્યત્વે પ્રદર્શિત કરવામાં આવી. યુરોપમાં ભારતની ભાગીદારી અને સ્થાનિક બજારો સુધી ભારતીય ઉત્પાદનોની પહોંચને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી કાપડ સચિવે ડબલ્યુએસએન (WSN) ના ટોચના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ દરમિયાન, તેમણે ડબલ્યુએસએન (WSN) ના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ફ્રેડરિક મોસ, આંતરરાષ્ટ્રીય વિકાસ અને પ્રમોશનના ડિરેક્ટર સેન્ડ્રિન મેજિયન તથા બિઝનેસ ડેવલપમેન્ટના ડિરેક્ટર સિલ્વિયા પોરાટ સાથે ભારતીય ઉત્પાદનોની વૈશ્વિક નિકાસ અંગે વ્યાપક વિચાર-વિમર્શ કર્યો.

આ વૈશ્વિક મંચ પર ૯૪ ભારતીય પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને ભારતીય પ્રદર્શકો વચ્ચે સીધો વ્યાપારિક તાલમેલ (બિઝનેસ મેચમેકિંગ) સ્થાપિત કરવો, વૈશ્વિક સ્તરે પર્યાવરણ-અનુકૂળ અને સસ્ટેનેબલ ફેશનને પ્રોત્સાહન આપવું, ભારત અને ડબલ્યુએસએન (WSN) વચ્ચે લાંબા ગાળાની ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. આનાથી ઉભરતા ભારતીય બ્રાન્ડ્સ અને નિકાસકારો માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારના નવા દ્વાર ખુલવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, નીલમ શમી રાવે તેમની પેરિસ યાત્રા દરમિયાન ભારતીય વસ્ત્ર અને ફેશન ઉદ્યોગને વૈશ્વિક ફલક પર નવી ઊંચાઈઓ સુધી લઈ જવાના ઉદ્દેશ્યથી ભારત-ફ્રાન્સ વચ્ચે અહીં પ્રીમિયર વિઝન પ્રદર્શન દરમિયાન એક ઐતિહાસિક કરાર થયો. ભારત ટેક્સટાઇલ ટ્રેડ ફેડરેશન (બીટીટીએફ) અને રચનાત્મક ફેશન તથા વસ્ત્રો માટે વિશ્વના અગ્રણી પ્લેટફોર્મ 'પ્રીમિયર વિઝન એસએ' એ બુધવારે (૨ સપ્ટેમ્બર) એક બહુવર્ષીય વ્યૂહાત્મક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ પહેલા, નીલમ રાવે લિલે મેટ્રોપોલિટન વિસ્તારમાં ડેકાથલોન સ્પોર્ટ્સલેબની મુલાકાત લીધી. આ લેબ સ્પોર્ટ્સવેર, પર્ફોર્મન્સ પ્રોડક્ટ્સ અને મનુષ્યની જરૂરિયાતો પર આધારિત ડિઝાઇનમાં સંશોધન-આધારિત ઇનોવેશનનું એક મુખ્ય કેન્દ્ર છે. આ મુલાકાત દરમિયાન, બાયોમેકેનિક્સ, શરીરની રચના (મોર્ફોલોજી), મૂવમેન્ટ સાયન્સ, થર્મલ કમ્ફર્ટ અને પ્રોડક્ટ ટેસ્ટિંગના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા એડવાન્સ્ડ કાર્યને દર્શાવવામાં આવ્યું. આનાથી જાણવા મળ્યું કે કેવી રીતે સંશોધન અને ટેકનિક દ્વારા બહેતર પર્ફોર્મન્સવાળા, સુરક્ષિત અને વધુ આરામદાયક ઉત્પાદનો બનાવી શકાય છે.

યાત્રા દરમિયાન, નીલમ શમી રાવે ફ્રાન્સના ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અને નવીનતાના મુખ્ય સંસ્થાનોમાંના એક એન્સાઇટ, રૂબે (ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સંસ્થા) ની મુલાકાત લીધી.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande