વિદેશ રાજ્ય મંત્રીએ સાઉદી અરબના મંત્રી સુલેમાન અલ-રાજહી સાથે મુલાકાત કરી
રિયાધ, નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.). વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રવિવારે સાઉદી અરબના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રી એન્જિનિયર અહેમદ બિન સુલેમાન અલ-રાજહી સાથે અહીં મુલાકાત કરી. કીર્તિ વર્ધન સિંહે ''એક્સ'' પર લખ્યું, સાઉદી અરબન
વિદેશ રાજ્ય મંત્રીએ સાઉદી અરબના મંત્રી સુલેમાન અલ-રાજહી સાથે મુલાકાત કરી


રિયાધ, નવી દિલ્હી, 06 સપ્ટેમ્બર (હિ.સ.). વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રવિવારે સાઉદી અરબના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રી એન્જિનિયર અહેમદ બિન સુલેમાન અલ-રાજહી સાથે અહીં મુલાકાત કરી.

કીર્તિ વર્ધન સિંહે 'એક્સ' પર લખ્યું, સાઉદી અરબના મંત્રી અહેમદ બિન સુલેમાન અલ-રાજહીને મળીને આનંદ થયો. શ્રમ અને માનવશક્તિ ક્ષેત્રમાં ભારત-સાઉદી અરબના સહયોગને વધુ મજબૂત કરવા પર વ્યાપક ચર્ચા થઈ, જે અમારી વ્યૂહાત્મક ભાગીદારીની ઊંડાઈ અને વધતી ગતિ દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે કીર્તિ વર્ધન શનિવારે સાઉદી અરબની દ્વિપક્ષીય યાત્રા માટે રિયાધ પહોંચ્યા. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અહીં તેમણે તેમના સમકક્ષો સાથે સાર્થક બેઠકો અને ત્યાં ભારતીય સમુદાયના સભ્યો તથા વ્યાપારિક નેતાઓ સાથે ઉપયોગી વાતચીત કરી.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande