
પાટણ, 07 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના સુજાનપુર ગામમાં સરદાર પટેલ સેવાદળ (SPG)ની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં સંગઠનને પાયાના સ્તરેથી વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે દેશભરમાં 1 લાખ સભ્યો બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે. આ અભિયાન અંતર્ગત સિદ્ધપુર તાલુકા કારોબારીએ તાલુકામાંથી 5,555 નવા સભ્યોને સંગઠન સાથે જોડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
લક્ષ્યાંક પૂર્ણ કરવા તાલુકાના વિવિધ ગામોમાં બેઠકો યોજીને સભ્ય નોંધણી અભિયાનને વેગ આપવાનો નિર્ણય લેવાયો છે. સુજાનપુરના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ પણ ગામમાંથી વધુમાં વધુ લોકોને SPG સાથે જોડવાની ખાતરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ